વિકસિત મહેસાણા કોનક્લેવ: ઔદ્યોગિક વિકાસ અને કૃષિ સુધારણા માટેના પ્રયત્નો
વિકસિત મહેસાણા કોનક્લેવ: ઔદ્યોગિક વિકાસ અને કૃષિ સુધારણા માટેના પ્રયત્નો
વિકસિત મહેસાણા કોનક્લેવ" મહેસાણા જિલ્લામાં માળખાકીય વિકાસ, ઔદ્યોગિક વિસ્તરણ અને વિવિધ આર્થિક ક્ષેત્રોના વિકાસને પ્રોત્સાહન આપવા માટે મહેસાણા જિલ્લા વહીવટી તંત્ર અને પશ્ચિમ રેલવે અમદાવાદ વિભાગ દ્વારા આયોજિત કાર્યક્રમ છે. આ કોનક્લેવમાં રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત અને મંત્રી મુકેશભાઈ પટેલે હાજરી આપી, મહેસાણાના માળખાકીય વિકાસ અને આર્થિક વૃદ્ધિના મૂલ્યો અંગે ચર્ચા કરી.
આ કોનક્લેવમાં મહેસાણાની નવીનતા માળખાકીય વિકાસ અને ઔદ્યોગિક વિસ્તરણની ચર્ચા તેમજ મહેસાણાના સમૃદ્ધ ક્ષેત્રો જેમ કે કૃષિ ઉત્પાદન અને સેવાઓ આ ધ્યેયને વધારવા અને તેમાં યોગદાન આપવાની તેમની સંભવિતતાના સંદર્ભમાં પણ ચર્ચા કરવામાં આવી. આ ઉપરાંત લોજિસ્ટિક્સ અને માળખાકીય વિકાસ, નિવેશની તકો અને ઔદ્યોગિક વૃદ્ધિ, કૃષિ અને ડેરીના સુધારા તેમજ નવીનતા અને સ્ટાર્ટઅપ સહિતના વિષયો સંદર્ભે ચર્ચા થઈ.
આ કાર્યક્રમમાં સાંસદશ્રી હરિભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ તૃષાબેન પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ગીરીશભાઈ રાજગોર, મહેસાણા નગરપાલિકા પ્રમુખ શ્રી મિહિરભાઈ પટેલ, કલેક્ટર - શ્રી એમ નાગરાજન, જિલ્લા વિકાસ અધિકારીશ્રી, ડી.આર.એમ રેલવે - શ્રી સુધીર કુમાર, ડીસીએમ રેલવે - અન્નુ ત્યાગી, જિલ્લાના અધિકારીઓ, ઉદ્યોગકારો તેમજ પઘધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા
Comments
Post a Comment