Posts

Showing posts from October, 2024

મહેસાણા ખાતે આયોજિત 'રન ફોર યુનિટી' દોડ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું.

Image
 મહેસાણા ખાતે આયોજિત 'રન ફોર યુનિટી'  દોડ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. एक दौड़ देश की एकता के नाम 🏃🇮🇳 અખંડ ભારતના ઘડવૈયા, લોહપુરુષ અને ભારત રત્ન સરદાર વલ્લભભાઈ પટેલજીની જન્મજયંતી રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે મહેસાણા ખાતે આયોજિત 'રન ફોર યુનિટી'  દોડ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું જેમાં મંત્રી શ્રી મુકેશભાઈ પટેલે લીલી ઝંડી બતાવી પ્રારંભ કરાવ્યો હતો અને દોડવીરોને પ્રોત્સાહિત કર્યા હતા.    આ અવસરે, દેશની એકતા, અખંડિતતા અને સુરક્ષા કાયમ રાખવા માટે સમર્પિત થવા માટેના રાષ્ટ્રીય એકતા શપથ લીધા.  ભારતને એક અખંડ રાષ્ટ્ર બનાવવા માટે સરદાર સાહેબે અનન્ય પુરુષાર્થ કર્યો હતો. સ્ટેચ્યુ ઓફ યુનિટીના માધ્યમથી દેશે તેમને વિરાટ શ્રદ્ધાંજલિ આપી છે.  #RunForUnity

મહેસાણા : જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મહેસાણા દૂધસાગર ડેરીના ગેટ ખાતે રન ફોર યુનિટી કાર્યક્રમનું આયોજન કરાયું.

Image
મહેસાણા : જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મહેસાણા દૂધસાગર ડેરીના ગેટ ખાતે રન ફોર યુનિટી કાર્યક્રમનું આયોજન કરાયું. સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિનની ઉજવણી કરવામાં આવે છે. જેના ભાગરૂપે આજ રોજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મહેસાણા દૂધસાગર ડેરીના ગેટ ખાતે રન ફોર યુનિટી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌએ એકતા શપથ લીધા હતા. Collector & DM  Mehsana DDO Mehsana

વિકસિત મહેસાણા કોનક્લેવ: ઔદ્યોગિક વિકાસ અને કૃષિ સુધારણા માટેના પ્રયત્નો

Image
 વિકસિત મહેસાણા કોનક્લેવ: ઔદ્યોગિક વિકાસ અને કૃષિ સુધારણા માટેના પ્રયત્નો વિકસિત મહેસાણા કોનક્લેવ" મહેસાણા જિલ્લામાં માળખાકીય વિકાસ, ઔદ્યોગિક વિસ્તરણ અને વિવિધ આર્થિક ક્ષેત્રોના વિકાસને પ્રોત્સાહન આપવા માટે મહેસાણા જિલ્લા વહીવટી તંત્ર અને પશ્ચિમ રેલવે અમદાવાદ વિભાગ દ્વારા આયોજિત કાર્યક્રમ છે. આ કોનક્લેવમાં રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત અને મંત્રી મુકેશભાઈ પટેલે હાજરી આપી, મહેસાણાના માળખાકીય વિકાસ અને આર્થિક વૃદ્ધિના મૂલ્યો અંગે ચર્ચા કરી.      આ કોનક્લેવમાં મહેસાણાની નવીનતા માળખાકીય વિકાસ અને ઔદ્યોગિક વિસ્તરણની ચર્ચા તેમજ મહેસાણાના સમૃદ્ધ ક્ષેત્રો જેમ કે કૃષિ ઉત્પાદન અને સેવાઓ આ ધ્યેયને વધારવા અને તેમાં યોગદાન આપવાની તેમની સંભવિતતાના સંદર્ભમાં પણ ચર્ચા કરવામાં આવી. આ ઉપરાંત લોજિસ્ટિક્સ અને માળખાકીય વિકાસ, નિવેશની તકો અને ઔદ્યોગિક વૃદ્ધિ, કૃષિ અને ડેરીના સુધારા તેમજ નવીનતા અને સ્ટાર્ટઅપ સહિતના વિષયો સંદર્ભે ચર્ચા થઈ.       આ કાર્યક્રમમાં સાંસદશ્રી હરિભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ તૃષાબેન પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ગીરીશભાઈ રાજગોર, મહે...

શાળા પ્રવાસ અંગે શિક્ષણ વિભાગ દ્વારા નવી ગાઇડલાઇન જાહેર કરાઈ...

 શાળા પ્રવાસ અંગે શિક્ષણ વિભાગ દ્વારા નવી ગાઇડલાઇન જાહેર કરાઈ... શાળા પ્રવાસ અંગે શિક્ષણ વિભાગ દ્વારા નવી ગાઇડલાઇન જાહેર કરાઈ... #SchoolTour #NewRule #EducationDepartment #Gujarat #SOP #SchoolTourSOP #GujaratGovernment pic.twitter.com/enND3FCRAC — Gujarat Information (@InfoGujarat) October 24, 2024

કેન્દ્રીય ગૃહ મંત્રી,અમિત શાહજીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

Image
                         કેન્દ્રીય ગૃહ મંત્રી,અમિત શાહજીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ભગવાનને અમારી ઈચ્છા છે કે તમારું સર્વોપરી કાયમ રહે, તમે હંમેશા સ્વસ્થ અને ખુશ રહો. આજે અમિત શાહ 60 વર્ષના થયા છે. તેમનો જન્મ 22 ઓક્ટોબર 1964ના રોજ ગુજરાતમાં થયો હતો. અમિત શાહે 1980 ના દાયકામાં રાજકારણમાં પ્રવેશ કર્યો જ્યારે તેઓ ભારતીય જનતા યુવા મોરચા (BJYM) માં જોડાયા.  ગુજરાતમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપ સાથે કામ કરવાનું શરૂ કરતાં તેમની રાજકીય કારકિર્દીએ વેગ પકડ્યો હતો. 2002માં શાહને ગુજરાત સરકારમાં ગૃહ, કાયદો અને વાહનવ્યવહાર જેવા મહત્વના વિભાગોની જવાબદારી સોંપવામાં આવી હતી.  તેઓ ગુજરાતમાં લાંબા સમયથી ભાજપના વ્યૂહરચનાકાર રહ્યા છે અને 2002ની ગુજરાત ચૂંટણી દરમિયાન પક્ષ માટે નોંધપાત્ર જીત સુનિશ્ચિત કરી હતી. હાલમાં તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની ભાજપ સરકારમાં ગૃહમંત્રી તરીકે સેવા આપી રહ્યા છે. તેમના કાર્યકાળ દરમિયાન, તેમણે રાષ્ટ્રીય સુરક્ષા, જમ્મુ અને કાશ્મીરનું પુનર્ગઠન અને નાગરિકતા સંશોધન કાયદો (CAA) જેવા મ...

કચ્છ જિલ્લાનું ભુજ સ્મૃતિવન મેમોરિયલ :ભૂકંપ બાદ વડાપ્રધાનશ્રીએ જિલ્લાની કાયાપલટ કરીને વિવિધ ક્ષેત્રેમાં કચ્છને બનાવ્યું છે અગ્રેસર

Image
કચ્છ જિલ્લાનું ભુજ સ્મૃતિવન મેમોરિયલ :ભૂકંપ બાદ વડાપ્રધાનશ્રીએ જિલ્લાની કાયાપલટ કરીને વિવિધ ક્ષેત્રેમાં કચ્છને બનાવ્યું છે અગ્રેસર ભૂકંપના સદગતોની યાદમાં વડાપ્રધાનશ્રીની વિશ્વને આપેલી અદભૂત ભેટ એટલે ભુજનું સ્મૃતિવન મેમોરિયલ ૦૦૦૦ ભૂકંપ પછી પુનવર્સનની ગાથા દર્શાવતા સ્મૃતિવનને આર્કિટેક્ચર અને ડિઝાઇન ક્ષેત્રના પ્રતિષ્ઠીત Prix Versailles એવોર્ડ દ્વારા વિશ્વના સૌથી સુંદર ૭ મ્યૂઝિયમ્સની યાદીમાં મળ્યું છે સ્થાન  ૦૦૦૦ ભુજ, મંગળવાર   વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના ૨૩ વર્ષના સફળ, સબળ અને સમર્થ નેતૃત્વની ૭ થી ૧૫ ઓક્ટોબર દરમિયાન ‘વિકાસ સપ્તાહ’ તરીકે ઉજવણી થઇ રહી છે. ત્યારે છેલ્લા ૨૩ વર્ષના નિ: સ્વાર્થ નેતૃત્વમાં કચ્છના પનોતા પુત્ર એવા વડાપ્રધાનશ્રીએ કચ્છની કાયાપલટ કરીને વિવિધ ક્ષેત્રેમાં કચ્છને અગ્રેસર કર્યું છે. ભૂકંપની થપાટમાંથી કચ્છને બેઠું કરવામાં અને વિકાસના મીઠા ફળની ભેટ આપવામાં ગુજરાત રાજયના મુખ્યમંત્રીના કાર્યકાળથી લઇને વર્તમાન વડાપ્રધાનશ્રી તરીકેના કાર્યકાળમાં પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ કચ્છને વિકાસની હરોળમાં હંમેશા અગ્ર સ્થાન આપ્યું છે. કચ્છને પાણીદાર બનાવવામાં, ઉદ...